આણંદ ખાતે આયોજીત “જન વેદના સંમેલન”

આઝાદી જંગના લડવૈયા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ અને લોખંડી મહિલા શ્રીમતી ઈન્દીરા ગાંધીનું જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે બંને મહાનુભાવોને જનવેદના સંમેલનની શરૂઆત પહેલા પુષ્પાંજલી કરીને તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, મધ્યમવર્ગ, મજુરવર્ગ, દૂધ ઉત્પાદકો, નાના વેપારીઓ, સમાજના તમામ વર્ગના લોકો આર્થિક પાયમાલી ભોગવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા (૧)નોટબંધીથી કેટલું કાળુંનાણું બહાર આવ્યું ? (૨) નોટબંધીના કારણે જાન ગુમાવનારને સરકારે કેટલું વળતર આપ્યું ? (૩) નોટબંધીથી દેશને કેટલો આર્થિક ફાયદો/નુકસાન થયું ? (૪) દેશમાં કેટલા રોજગાર ઓછા થયા ? (૫) નોટબંધીનો નિર્ણય કોણે લીધો ? પ્રશ્નો સાથે પ્રજાની વેદનાને વાચા આપવા આજ રોજ આણંદ ખાતે “જન વેદના સંમેલન” યોજવામાં આવ્યું હતું