આઝાદીના ૭૫મી વર્ષની ઉજવણી નિમિત્તે કોંગ્રેસ પક્ષની “આઝાદી ગૌરવ યાત્રા” : 06-04-2022
- અંગ્રેજ સલ્તનતને ઉખાડી ફેંકવા કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં સમગ્ર ભારતે “હિંદ છોડો” અને “પૂર્ણસ્વરાજ” ની ચળવળે ભારત દેશને આઝાદી અપાવી. : ડૉ. રઘુ શર્મા
- આઝાદીના ૭૫મી વર્ષની ઉજવણી નિમિત્તે કોંગ્રેસ પક્ષની “આઝાદી ગૌરવ યાત્રા”ને સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરાવતા ડૉ. રઘુ શર્મા, શ્રી જગદીશ ઠાકોર સહિતના વરિષ્ઠ આગેવાનો.
- પૂજ્ય મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લઈ સાબરમતીથી દિલ્હી સુધી 1200 કિ.મી. લાંબી આઝાદી ગૌરવ યાત્રાની શરૂઆત થઈ.
મહાત્મા ગાંધીજીની કર્મભૂમી સાબરમતી ગાંધી આશ્રમ ખાતે સવારે 8-00 કલાકે ભારતના સ્વાતંત્રની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે આયોજીત “આઝાદી ગૌરવ યાત્રા”ને બાપુના પ્રિય ‘વૈષ્ણવજન’ સહિતના ભજન, પ્રાંતઃ પ્રાર્થના સભા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજી તિરંગા ધ્વજ ફરકાવી યાત્રાને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો