આજ રોજ સેંટ ઝેવિયર્સ કોલેજ ખાતે એન.એસ.યુ.આઈ.દ્વારા કોલેજના પ્રિન્સીપાલશ્રી ફાધર : 07-08-2015

આજ રોજ સેંટ ઝેવિયર્સ કોલેજ ખાતે એન.એસ.યુ.આઈ.દ્વારા કોલેજના પ્રિન્સીપાલશ્રી ફાધર રોબર્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, સેંટ ઝેવિયર્સ કોલેજમાં એક મહિના પહેલા તેની મેસમાં જમતા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થયું હતું. જેના કારણે એન.એસ.યુ.આઈ. દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેસને સીલ કરવામાં આવ્યું હતું. ત્યારથી આજ દિન સુધી મેસ ચાલુ કરવામાં આવી જ નથી. જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને અનેક કિ.મી. દુર જઈને જમવાની વ્યવસ્થા કરવી પડે છે. કોલેજ દ્વારા ફૂડ બીલ એડવાન્સમાં લઇ લેવામાં આવ્યું છે અને સુવિધા સામે ધ્યાન આપવામાં આવતું નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note