આજ રોજ પત્રકાર પરિસદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રીશ્રી અલ્પેશ પુરોહિતે : 05-06-2017
આજ રોજ પત્રકાર પરિસદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રીશ્રી અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં લોકશાહી મૃત્ય પામી રહી છે. છેલ્લા ૯૦ દિવસથી કૃષિ યુનીવર્સીટીના ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ પોતાના અધિકાર માટે ભવિષ્ય માટે લડી રહ્યા છે. ત્યારે નવસારીથી ગાંધી વિચારથી લડીને ગાંધીનગર સરકારના દ્વાર ખખડાવ્યા ત્યારે આ વિદ્યાર્થીઓને સંભાળવાની જગ્યાએ ન્યાય આપવાની જગ્યાએ પોલીસે પરમીશન ન આપી અને પોલીસ પોતાની ફરજ ચુકી પટ્ટાવાળા અને સિક્યુરીટી જેવું વલણ દાખવી વિદ્યાર્થીઓને સવારે ૮:૦૦ થી સાંજે ૬ વાગ્યા સુધી ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ગોદી રાખ્યા હતા. બીજી બાજુ જયારે ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો