આજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના રજીસ્ટ્રારશ્રી… : 15-07-2015
આજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના રજીસ્ટ્રારશ્રી એચ.સી.પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા કરોડોના ખર્ચે યોગ દિવસ મનાવવામાં આવે છે. પણ ગુજરાતમાં આવેલી ગુજરાતની સૌથી મોટી યુનીવર્સીટી ગુજરાત યુનીવર્સીટીમાં યોગ કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાત યુનીવર્સીટીમાં ચાલતા “ડીપ્લોમાં ઈન યોગ” જે કોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ પછી ચાલતો એક વર્ષનો કોર્ષ છે. છેલ્લું વર્ષ ૨૦૧૪-૧૫ ના વિદ્યાર્થીઓ જે પાસ આઉટ કરીને બહાર આવ્યા છે તેમણે પી.જી. ડીપ્લોમાંની માર્કશીટ આપવામાં આવી છે, જે તદ્દન ખોટું છે. સિન્ડીકેટના ઠરાવ પ્રમાણે પરિપત્રમાં સ્પષ્ટપણે ડીપ્લોમાં ઈન યોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થીઓને પી.જી.ની માર્કશીટ કઈ રીતે ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note