આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા જી.એલ.એસ. યુનીવર્સીટી ખાતે : 07-07-2016
આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા જી.એલ.એસ. યુનીવર્સીટી ખાતે The Status of Commerce Education in India and the orientation programming for Sem. 1 Studentના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગૃહમંત્રી રંજની પટેલની ગાડીને રોડ વચ્ચે રોકી કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા તથા ગૃહ મંત્રી રજની પટેલ તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું રાજીનામું માંગવામાં આવ્યું હતું. અને ગૃહમંત્રીને થયેલ રૂ. ૧૦,૦૦૦ કરોડના તલાટી કૌભાંડમાં સાથી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પર કેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી તેનો આરોપ મુક્યો હતો અને એજ સમયે ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. પણ તે હાજર રહ્યા ન હતા. તે સમયે હાજર પોલીસે એન.એસ.યુ.આઈ.ના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ૩ કલાક ૯ કાર્યકરની અટકાયત કરાઈ હતી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો