આજરોજ એન.એસ.યુ.આઈના પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું : 03-11-2018

આજરોજ એન.એસ.યુ.આઈના પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જ્ઞાનદોય હિન્દી સ્કુલ જે લઘુમતી સરકારી શાળા છે. જે પહેલા જમાલપુર ખાતે આવેલ હતી તેને વસ્ત્રાલ ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે. નિયમ કહે છે કે કોઈ પણ શાળા સ્થળાંતરિત ૫ કી.મી. અંદર થી વધારે કરી શકાય નહિ. અને જ્યાં સ્થળાંતરિત કરવામાં આવી છે તે ૨૦ કી.મી. અંત ધરાવે છે. તો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું ? આ શાળા જ્યાં સ્થળાંતરિત કરવામાં આવી છે ત્યાં પહેલા થી બે શાળા ચાલે છે તો આ ૩જી શાળાને કઈ રીતે પરમીશન આપવામાં આવી નિયમ કહે છે કે કોઈપણ શાળા કોર્મશિયલ બિલ્ડીંગમાં સ્થળાંતરિત કરીને ટ્રાન્સફર ન થઇ શકે તો આવી શાળાને કઈ રીતે કોર્મશિયલ બિલ્ડીંગમાં ટ્રાન્સફર મળી શકે ?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note