આગ લાગે ત્યારે કુવો ખોદવાની નીતિ’ ભૂર્ગભ જળ અંગે કાયદાની વાત કરી ભાજપ સરકાર ગુજરાતની જનતા સાથે છેતરપીંડી બંધ કરે : 24-04-2018
- ચેક ડેમ અને બોરીબંધના નામે કરોડો રૂપિયાના કૌભાંડો કરનાર ભાજપ સરકાર ‘જળ વ્યવસ્થાપન’ ની નિષ્ફળતા છુપાવવા મોટી મોટી જાહેરાતો કરે છે.
- વર્ષ – ૨૦૧૬ માં ભૂગર્ભ જળની સાચવણી માટે ભારત સરકારે કાયદા માટે બીલ મોકલ્યું હોવા છતાં ગુજરાતની ભાજપ સરકાર જાણી જોઈને ઉંઘતી રહી.
- આગ લાગે ત્યારે કુવો ખોદવાની નીતિ’ ભૂર્ગભ જળ અંગે કાયદાની વાત કરી ભાજપ સરકાર ગુજરાતની જનતા સાથે છેતરપીંડી બંધ કરે.
રાજ્યમાં ભાજપ સરકારની પાણી વિત્તરણ અને પાણી વ્યવસ્થાપનમાં સંદતર નિષ્ફળતા અને ગુનાહિત બેદરકારીના લીધે ગુજરાતમાં પાણી હોવા છતાં લાખો પરિવાર પીવાના પાણી અને ખેડૂતો સિંચાઈના પાણી વિના પરેશાન થઈ ગયા છે. ભાજપ સરકારની ગુનાહિત બેદરકારી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કારણે ઉભી થયેલી પાણી કટોકટી અંગે હિસાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ચેક ડેમ અને બોરીબંધના નામે કરોડો રૂપિયાના કૌભાંડો કરનાર ભાજપ સરકાર ‘જળ વ્યવસ્થાપન’ ની નિષ્ફળતા છુપાવવા મોટી મોટી જાહેરાતો કરે છે. વર્ષ – ૨૦૧૬ માં ભૂગર્ભ જળની સાચવણી માટે ભારત સરકારે કાયદા માટે બીલ મોકલ્યું હોવા છતાં ગુજરાતની ભાજપ સરકાર જાણી જોઈને ઉંઘતી રહી. ‘આગ લાગે ત્યારે કુવો ખોદવાની નીતિ’ ભૂર્ગભ જળ અંગે કાયદાની વાત કરી ભાજપ સરકાર ગુજરાતની જનતા સાથે છેતરપીંડી બંધ કરે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો