આગેવાનોની બેઠક : 25-01-2017
મહેસાણા ખાતે કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં યોજાયેલ ભવ્ય જનસભા અને ત્યારબાદ આણંદ ખાતે યોજાયેલ જંગી જનવેદના સંમેલનની સફળતા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી કાર્યક્રમો ઘડી કાઢવા માટે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ૩૦૦ થી વધુ આગેવાનોની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે,નોટબંધીના ૭૦ દિવસો વીતી ગયા હોવા છતાં નાગરિકોની હાલાકી-પરેશાનીમાં ઘટાડો થતો નથી, પ્રજા પરેશાન છે. બીજીબાજુ શાસક પક્ષ પ્રજાની તકલીફો પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યો છે. ભાજપ અને આર.એસ.એસ. ના જુદા જુદા નેતાઓ અનામત પ્રથા નાબૂદ કરવા માટે બેફામ નિવેદનો દ્વારા દેશમાં અરાજક્તા ઉભી કરીને વેર વિખેર કરવા માંગે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો