આગેવાનોએ ગુજરાત યુનિવર્સિટીના પરિક્ષા નિયામક તેમજ યુનિવર્સિટીના સત્તાધીશોને તાકીદે પરિણામો જાહેર કરે

ગુજરાત યુનિવર્સિટી પ્રવેશ પરિક્ષા, પરિણામએ પાયાની ફરજ બજાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથ લાખો રૂપિયાની ફી ઉઘરાવી ભેગા થયેલ નાણાંમાંથી ભ્રષ્ટાચાર કરવો એ જ મુખ્ય કામગીરી હોય તેવું ઘણા સમયથી બની રહી છે. ત્યારે અનુ.સ્નાતક અભ્યાસક્રમ, એમ.એ., એમ.કોમ., એમ.એસ.સી., એલ.એલ.બી. સહિતની પ્રવેશ પ્રક્રિયા માટે મોટાપાયે જાહેરાત કરનાર કુલપતિની યુનિવર્સિટીના 2000 જેટલા વિદ્યાર્થીઓના પરિણામો વહીવટી કારણોસર અટકી પડ્યાં છે. જેના કારણે અનુ.સ્નાતક કામગીરીથી વંચિત રહેલા 2000 થી વધુ વિદ્યાર્થીઓ માટે તેમના હક્ક અને અધિકાર માટે છેલ્લા બે દિવસથી એન.એસ.યુ.આઈ. ના સેનેટ સભ્યો શ્રી પ્રવિણ વણોલ, શ્રી હસમુખ ચૌધરી, શ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા, શ્રી સિધ્ધારાજસિંહ ચૌહાણ સહિતના આગેવાનોએ ગુજરાત યુનિવર્સિટીના પરિક્ષા નિયામક તેમજ યુનિવર્સિટીના સત્તાધીશોને તાકીદે પરિણામો જાહેર કરે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note