આખા દેશમાં કબીર પંથીશ્રી સંત રામપાલ મહારાજના ૯૫૩ અનુયાયીઓ સામે વિવિધ : 18-04-2019
આખા દેશમાં કબીર પંથીશ્રી સંત રામપાલ મહારાજના ૯૫૩ અનુયાયીઓ સામે વિવિધ પોલીસ કેસ કરી ખોટી રીતે હેરાન-પરેશાન કરી ભારતના નાગરિકોને રાજદ્રોહ જેવા ખોટા પોલીસ કેસ કરી યાતનાઓ આપી છે. ભારત દેશના હિંદુ ધર્મના કબીર પંથી સંતશ્રી રામપાલ મહારાજના કરોડો અનુયાયીઓની ધાર્મિક લાગણી દુભાવી છે. તેના અનુસંધાનમાં આજ રોજ અમદાવાદના કોઓર્ડીનેટર વીરજીદાસ પ્રજાપતિ, રમાકાંત શર્મા, રણવીરસિંહ ભદોરિયા, જનકભાઈ શાહ, સામંતસિંહ જાડેજા, મનોજસિંગ ભદોરિયાના નેતૃત્વમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ મહામંત્રી ડૉ.હિમાંશુ પટેલ ની હાજરીમાં કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી ખુલ્લું સમર્થન કોંગ્રેસ પક્ષને જાહેર કર્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો