આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજનની બહેનોએ પૂરતા વેતન માટે છેલ્લા ચાર વર્ષથી સતત લડત : 27-02-2017
આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજનની બહેનોએ પૂરતા વેતન માટે છેલ્લા ચાર વર્ષથી સતત લડત આપે છે કમનસીબે, ગુજરાતની આંધળી, બહેરી ભાજપ સરકાર બહેનોની લાગણી સાંભળવા પણ તૈયાર નથી. હક્ક અને અધિકાર માટે સમગ્ર રાજ્યમાં આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજનની બહેનો લોકશાહી પધ્ધતિથી દેખાવો કરતા હોય ત્યારે તેમની પર દમન કરનાર ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જણાવ્યું હતું કે, આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજનની બહેનો અને ફિક્સ પગાર-કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સીંગના નામે થતાં આર્થિક શોષણ સામે કોંગ્રેસ પક્ષ લડત આપશે, સાથો સાથ કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તે સાથે જ ‘સમાન કામ – સમાન વેતન’ ની નિતીને અમલમાં મુકશે. ભારત દેશમાં બંધારણ જ સર્વોપરી છે પરંતુ આ વિધાન ભાજપ શાસનમાં ગુજરાતમાં આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજનની બહેનો અને ફિક્સ પગાર-કોન્ટ્રાક્ટ પ્રથા ના યુવાનો માટે માત્ર સ્વપ્ન સમાન જ છે. નંબર -૧ દાવા કરનાર ભાજપ સરકારના શાસનમાં ફિક્સપગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગના નામે આર્થિક શોષણ થઈ રહ્યું છે. શું ફિક્સ પગાંરદાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગમાં કામ કરતા ૧૫ લાખ કરતાં વધુ કર્મચારીઓ મનુષ્ય નથી? શું ગુજરાતના નાગરિકો નથી? આ અસહ્ય મોંઘવારીમાં નગણ્ય પગાર આપતી ગુજરાત સરકારને ગુજરાત હાઈકોર્ટે ‘સમાન કામ સામે સમાન વેતન’ આપીને આ ફિક્સ પગારની નિતીને રદ્દ કરવાનો આદેશ આપ્યો હોવા છતાં તેનું પાલન ના કરીને પોતાના અહમમાં કેમ પ્રજાનું કલ્યાણ ભૂલી ગઈ છે આ ભાજપ સરકાર ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો