અહંકારી ને ભ્રષ્ટાચારી જ આવી ભાષા બોલી શકે: ભરતસિંહ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ અને કોંગ્રેસે પ્રચારનો આડકતરો આરંભ કરી દીધો છે એટલે સામસામી આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. સોમવારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે નડિયાદ ખાતે કોંગ્રેસ પર કરેલા પ્રહારોનો જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ મુખ્યમંત્રીને જવાબ આપતા કહ્યું હતું કે ‘જે પ્રકારની ભાષાનો તેઓ પ્રયોગ કરી રહ્યા છે તે સ્વાર્થી, ભ્રષ્ટાચારી અને અહંકારી વ્યક્તિ જ આવા સ્ટેટમેન્ટ કરી શકે.’
તેમણે કહ્યું હતું કે, જે પ્રકારની દાતરડાવાળી ભાષાનો તેવો પ્રયોગ કરે છે તે ભાજપની સહયોગી સંસ્થાઓની હિંસક માનસિકતાનું પ્રતિબિંબ છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. બુટલેગરો બેફામ છે. ભાજપ સરકારે ચૂંટણી જીતવા માટે અસામાજિક તત્ત્વોનો સાથ લેતા ગુનાખોરીમાં વધારો થયો છે.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-gujarat-congress-president-bharatsih-solanki-speak-on-cm-statement-in-nadiad-5059873-PH.html