અમુલનું પાછલા બારણેથી ખાનગીકરણ કરીને રૂ.૪૧ હજાર કરોડનો કારોબાર પચાવી પાડવાનું કાવત્રું

  • અમુલનું ખાનગીકરણ થયું છે, તેના કરારની નકલ પોરબંદર દૂધ સંઘે જ પત્રકારોને આપી ! કામધેનુ અને પોરબંદર સંઘ વચ્ચેન થયેલા કરાર મુજબ દૂધ પેકેજીંગ પેટે ૧૦ વર્ષ સુધી વાર્ષિક રૂ.૧૭.૮૧ કરોડ કામધેનુને ભાડા કમીશન પેટે આપશે !
  • તા.૧૬-૪-૨૦૧૮ના અમુલના નિયામક મંડળે ‘વચેટીયા’ દ્વારા પેકેજીંગ કરારની ના પાડી છતાં અમુલના મેનેજીંગ ડીરેકટર સોઢીએ કામધેનુને વાર્ષિક રૂ.૨.૩૪ કરોડનું ભાડા કમીશન નક્કી કરી આપ્યું . પોરબંદર સંઘે તેના બદલે વાર્ષિક રૂ.૮.૫૪ કરોડ ૧૦ વર્ષ સુધી ચુકવવાના કરાર કરી દીધા!
  • કામધેનુને કમાવી આપવા ભાજપ સરકાર, પોરબંદર દૂધ સંઘ અને અમુલના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર સહિતના નિયામક મંડળે દલા તરવાડીની ભુમિકા ભજવી.
  • કામધેનુ પેટર્ન પ્રમાણે દૂધના કારોબારમાં ભાજપના આશીર્વાદથી પૂનઃ પ્રવેશ. અમુલના પિતામહો ત્રિભોવનદાસ પટેલ અને ડો. કુરીયનના દૂધના વ્યપવસાયમાંથી ‘વચેટીયા નાબુદી’ની ‘અમુલ પેટર્ન’ને મરણતોલ ફટકો.
  • અમુલના ચોકલેટના પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવા વડાપ્રધાનશ્રી ૩૦મી તારીખે આણંદ જીલ્લામાં આવે તે પહેલાં ખાનગીકરણ રોકવા ભાજપ સરકાર પગલાં લે નહીં તો કાનુની અને જનઆંદોલનનો સામનો કરવા તૈયાર રહો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Annexure_1

Annexure_2

Annexure_3

Annexure_4

Annexure_5

Annexure_6

Annexure_7