અમારું લક્ષ્ય વિધાનસભામાં ભાજપને હરાવવાનું રહેશે: અહેમદ પટેલ
શ્રી અહેમદ પટેલ એ કહ્યુ હતુ , રાજ્યમાં ચૂંટણી એક ટ્રેલર છે ફિલ્મ હજી બાકી છે જે નવેમ્બર ડિસેમ્બરમાં આવશે. તમારામાં જે વિશ્વાસ છે તેનાથી પરિણામ સારું જ આવશે. સામુહિક વિશ્વાસ છે તેનું આ પરિણામ છે. આજનો દિવસ મંથન આત્મખોજનો દિવસ હોવો જોઈએ. આપણે એ વિચારવાનું છે કે શુ કરવાનું બાકી છે આપણામાં શું નબળાઈ છે તેનું તારણ કરીને આગળના ઈલેક્શની તૈયારી કરવાની છે. પાર્ટીમાં એકતા રહે તે ઘણું જરૃરી છે એકતા વિના કોઈ પક્ષ વિજય પામી શકતો નથી. આ લોકોનું કામ લોકોને વિવિધ એજન્સીથી ગભરાવીને જેલમાં પુરવાનું છે પરંતુ હવે આવા લોકોથી ડરવાની જરૃર નથી. આવા લોકોને હરાવવા માટે આપણે સ્ટ્રૅટેજી બનાવવાની જરૃર છે.અમારું લક્ષ્ય વિધાનસભામાં ભાજપને હરાવવાનું રહેશે.
Source: http://www.gujaratsamachar.com/index.php/
articles/display_article/surat/if-the-congress-
house-is-safe-it-will-not-be-able-to-defeat-any-
power-of-the-world#sthash.wInTWFT5.dpuf