અમરેલી જીલ્લાના ખાંભા તાલુકા માર્કેટ યાર્ડની ચુંટણીમાં કુલ ૧૨ બેઠકો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય : 16-10-2015
અમરેલી જીલ્લાના ખાંભા તાલુકા માર્કેટ યાર્ડની ચુંટણીમાં કુલ ૧૨ બેઠકો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. અત્યાર સુધી ખાંભા તાલુકા માર્કેટ યાર્ડના ચેરમેન ભાજપના જીલ્લા પ્રમુખ હતાં પણ તેમણે હારના ડરથી ઉમેદવારી નોંધાવી હતી નહિ. ખાંભા તાલુકા માર્કેટ યાર્ડમાં કોંગ્રેસ પક્ષે ૮ બેઠકો જીતી અને વેપારી વિભાગની ૪ બેઠકો બિનહરીફ જાહેર થઈ, આમ કુલ ૧૨ બેઠકો પર કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય થયો છે. આમ ભાજપ શાસિત ખાંભા માર્કેટ યાર્ડ પર કોંગ્રેસ પક્ષે કબ્જો કર્યો છે. ભાજપે જે તે સમયે માર્કેટ યાર્ડમાં જે રીતે વહીવટ આપ્યો તેનાથી વેપારી અને ખેડૂતો અતિ પરેશાન થયા હતા. તાજેતરમાં જ અતિવૃષ્ટિના કારણે અમરેલી જીલ્લામાં મોટા પાયે તારાજી થઇ હતી. ભાજપ સરકારે અતિવૃષ્ટિમાં નાગરિકોને ફરજના ભાગરૂપે આપવાની થતી રાહત પણ આપી નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો