અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ વર્ષે ૨૨૦૦ બાળકો મરતાં હોય તો રાજ્યની સ્થિતિ ધ્રુજારી પૂર્ણ : 30-10-2017
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ વર્ષે ૨૨૦૦ બાળકો મરતાં હોય તો રાજ્યની સ્થિતિ ધ્રુજારી પૂર્ણઃ કોંગ્રેસ
- તબીબી શિક્ષણથી લઈ આરોગ્ય સેવામાં ખુલ્લે વેપલો કરનાર ભાજપ સરકાર યુપી્ની યોગી નીતિ અપનાવી ભોગી બની છેઃ ડૉ. હિમાંશુ પટેલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ રોજનાં ૬ બાળકો મોતનાં મુખમાં ધકેલાતાં હોવાનો બેશરમીથી એકરાર કરનાર ભાજપ સરકારની આરોગ્ય સેવામાં પણ ખૂલ્લેઆમ વેપલો કરવાની નીતિરીતિનું આ પરિણામ હોવાનો આક્રોશ વ્યક્ત કરતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, તબીબી શિક્ષણથી લઈ આરોગ્ય ક્ષેત્રે તમામ સ્તરે ઉઘાડી લૂંટ ચલાવનાર ગુજરાતની ભાજપ સરકાર યુપીની યોગીનીતિ અપનાવી ભોગી બની છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો