અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના મેયર અને કમિશ્નરને યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર

  • અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના મેયર અને કમિશ્નરને યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું
  • મેયરને ન મળવા દેતા યુથ કોંગ્રેસના કાર્યકર્તા જબરદસ્તી ચેમ્બરમાં ઘુસ્યા

ખાનપુરનો દરવાજો ભાંગી પડ્યો અને ખોખારનો બ્રીજ તૂટી પડ્યો તો શું તંત્રની કોઈ જવાબદારી નહી. તંત્રની બેદરકારીને લીધે નિર્દોષ જનતા ભોગ બની રહી છે ત્યારે કોર્પોરેશનને યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યાં મેયરને મળતા અટકાવતા યુથ કોંગ્રેસના કાર્યકરો સુત્રોચ્ચાર કરતાં મેયરની ચેમ્બરમાં ઘુસી ગયા અને રજૂઆત કરી. કોર્પોરેશન તથા તંત્ર દેશની ધરોહર સમાન હેરીટેજ મિલકતનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી છે. અમદાવાદમાં જે હેરીટેજ મિલકત આવેલી છે તેના સમારકામ અને સાચવણી માટે કોર્પોરેશન તથા આર્ક્યોલોજીકલ ડીપાર્ટમેન્ટ જે બેદરકારી દાખવે છે તેને અમદાવાદ યુથ કોંગ્રેસ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડે છે. ઘણી વખત જયારે જાણવામાં આવે છે કે, અમદાવાદની ધરોહર સમાન એલીસબ્રીજમાં પણ ગાબડા હોય, સીદી સૈયદની જાળી ક્ષતિગ્રસ્ત હોય, અસારવાની દાદાહરિની વાવમાં લુખ્ખા તત્વોનો કબજો હોય, તથા અન્ય કેટલીયે મિલકતો જર્જરિત હાલતમાં હોય તેમ છતાં અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન અને સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સત્તાના નશામાં લીન થઈને પડ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note