અમદાવાદ મ્યુનિ.માં ચૂંટાયેલ પ્રતિનિધિની અવગણના થતી હોવાનો આક્ષેપ
શહેરના તમામ વિસ્તારોનો સમાન વિકાસ અને માળખાકીય સુવિધા પૂરી પાડવાની નીતિ અપનાવવાને બદલે શાસક ભાજપે વેજલપુરમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને અડીને જ આવેલાં જુહાપુરા, મકતમપુરા તથા સરખેજ વિસ્તાર સાથે ભારોભાર અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતાં સ્થાનિક રહીશોએ મ્યુનિ. તંત્ર સમક્ષ ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.
જુહાપુરા વિસ્તારનો મ્યુનિ.હદમાં સમાવેશ થયાને સાત આઠ વર્ષ થઇ ગયાં છતાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં મ્યુનિ. સત્તાધીશોની બેદરકારીથી ત્રાહિમામ નાગરિકોએ શુક્રવારે સાંજે મેયર તથા કમિશનરને આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસના નેજા હેઠળ રેલીનું આયોજન કર્યુ હતું. પરંતુ રેલીને બદલે જુહાપુરાથી પંદરેક જણાનું પ્રતિનિધિમંડળ મ્યુનિ.ની મુખ્ય કચેરી આવ્યું હતું અને કોંગ્રેસપક્ષ નેતા બદરૂદ્દીન શેખની આગેવાની હેઠળ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ડે.કમિશનર આર.સી.ખરસાણ તથા બચાણીને આવેદનપત્ર આપ્યુ હતું.
http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/civic-problems/-/articleshow/48396850.cms