અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ : 05-07-2017

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ખોડાજી ઠાકોર અને મહામંત્રીશ્રી પંકજસિંહ વાઘેલા એક સયુંક્ત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અમરસિંહ સોલંકી છેલ્લા ૨૫ કરતાં વધુ વર્ષથી કોંગ્રેસ પક્ષના સનિષ્ઠ આગેવાન તરીકે કામગીરી કરી રહ્યાં છે. એન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસમાં જિલ્લાના પ્રમુખ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે સફળ કામગીરી કરનાર શ્રી અમરસિંહ સોલંકી સાણંદ તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે પણ વર્ષ ૧૯૯૫-૨૦૦૦ સુધી ફરજ બજાવી છે. વર્ષ ૨૦૦૩-૨૦૦૫ સુધી સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રજાલક્ષી કામગીરી કરીને સાણંદ વિસ્તારમાં અપાર લોકચાહના ધરાવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note