અમદાવાદ ખાતે યોજાયેલ મોંઘવારી વિરોધી મહારેલી : 29-06-2016
દેશ અને ગુજરાતની ભાજપ સરકારે પ્રજાજનોને અસહ્ય મોંઘવારીનો માર આપ્યો છે જેના કારણે પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી રહ્યાં છે, વિકટ પરિસ્થતિમાં પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં મોંઘવારી વિરૂધ્ધ વિવિધ કાર્યક્રમો બાદ મોટી સંખ્યામાં ઉંટગાડી, બળદગાડી, ઘોડાગાડી અને સાયકલો સહિત પદયાત્રા સ્વરૂપે બપોરે ૪-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન-પાલડી થી સરદાર બાગ વિશાળ મોંઘવારી વિરોધી યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી શક્તિસિંહજી ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ ૫૦૦૦ થી વધુ કાર્યકરો-આગેવાનો અને પદાધિકારીઓ મોંઘવારી વિરોધી સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા. સરદાર બાગ ખાતે વંદનીય ઈન્દિરા ગાંધી, રાજીવજી અને ઈન્દુચાચાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને બાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યકરોને મોંઘવારીવાળી ભાજપ સરકારને જગાડવા માટે સંઘર્ષ કરવાનો છે અને ‘નવસર્જન ગુજરાત’ નું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો