અમદાવાદ: કોંગ્રેસ અને પ્રજા વચ્ચે વિલન બની રહ્યી છે 144મી કલમ!
મહાનગરપાલિકાની ચૂંટણી હવે ક્યારે યોજાશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સમયસર ચૂંટણી થવાની ગણતરી સાથે તૈયારી શરૂ કરી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પાંચ ઝોનમાં ફેરવવા માટેના રથ તૈયાર કર્યા હતા, પરંતુ પાટીદાર રેલી અને પછીની ઘટનાઓના કારણે રથ મુલતવી રહ્યા હતા. હવે પરિસ્થિતિ થાળે પડી છે ત્યારે કોંગ્રેસે પ્રજા વચ્ચે જવાના અનેક કાર્યક્રમો નક્કી કર્યા છે, પરંતુ પોલીસ કમિશનરે જાહેર કરેલી ૧૪૪મી કલમ કોંગ્રેસને નડે છે.
આ કાર્યક્રમો કોંગ્રેસ વહેલી તકે અમલમાં મૂકવા માગે છે, પરંતુ પોલીસ કમિશનરે જાહેરનામા દ્વારા ૧૪૪મી કલમ હેઠળ લાદેલા પ્રતિબંધોના કારણે મંજૂરી મળતી નથી. શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલે વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ડેપ્યુટી પોલીસ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરીશું. જે રીતે ધાર્મિક પ્રોસેશનને મંજૂરી આપી શકાય છે તેમ ચૂંટણીઓ જ્યારે નજીક હોય ત્યારે રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચારના હેતુ સાથેના પ્રોસેશન અને કાર્યક્રમો યોજવા દેવા જોઈએ. આ લોકશાહીમાં મળેલા અધિકારો છે..
http://www.sandesh.com/article.aspx?newsid=3121074