અમદાવાદમાં ૫૦૦ થી વધુ NHM અંતર્ગત કામ કરતા કર્મચારીઓએ મૌન રેલી યોજી : 22-09-2017

ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગના નામે ગુજરાતના ૧૫ લાખ શિક્ષિત યુવાનોનું ભાજપ સરકાર આર્થિક શોષણ કરી રહી છે. ગુજરાતમાં એક તરફ આરોગ્ય સેવા કથળી ગઈ છે, ત્યારે બીજીબાજુ આરોગ્ય સેવા સાથે સંકળાયેલ કર્મચારીઓને કાયમી ન કરીને તેમને નજીવુ વેતન આપીને તેમને ભારોભાર અન્યાયની કરી રહી છે.  નેશનલ હેલ્થ મિશન અતંર્ગત રાજ્યના વિવિધ શહેરોમાં અને જિલ્લાઓમાં આરોગ્ય કેન્દ્રોમાં વર્ષોથી કાર્ય કરતા ફાર્માસિસ્ટ, લેબ ટેક્નીશીયનો અને આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરતા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પધ્ધતિ અપનાવીને ભાજપ સરકાર દ્વારા  આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રમાંથી આવતી NHM ની ગ્રાન્ટના ૩૦ ટકા હિસ્સો માત્ર ભાજપ સરકાર પોતાની સ્વપ્રસિધ્ધી માટે જાહેરાતોમાં જ વેડફી નાંખવામાં આવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note