અમદાવાદમાં પિરાણા, પીપળજ રોડ પર આવેલા સાહિલ એન્ટારપ્રાઈઝમાં આગ લાગતાં… : 05-11-2020

અમદાવાદમાં પિરાણા, પીપળજ રોડ પર આવેલા સાહિલ એન્‍ટરપ્રાઈઝમાં આગ લાગતાં ૧૨ નિર્દોષ વ્‍યકિત્તઓના મૃત્‍યુ અને અનેક લોકો ઘાયલ થયા છે, નિદોર્ષ કામદારોના મૃત્‍યુ ન થાય તે માટે ગેરકાયદેસર ચાલતા આવા કેમિકલના એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપા સરકાર ભીનુ સંકેલી રહી છે ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે તેવો ગંભીર આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં અનેક કેમીકલ કં૫નીઓમાં ફાયર અને અન્‍ય સેફટીની પુરતી સુવિધાઓ નથી. ફાયર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્રના અધિકારીઓ આવી ગંભીર દુર્ઘટના બન્‍યા બાદ હરકતમાં આવે છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note