અમદાવાદની શાળાઓની પ્રોવીઝનલ ફી જાહેર થતાં જ તોતીંગ ફી સામે વાલીઓમાં આક્રોશ. : 06-04-2018

  • અમદાવાદની શાળાઓની પ્રોવીઝનલ ફી જાહેર થતાં જ તોતીંગ ફી સામે વાલીઓમાં આક્રોશ.
  • પ્રજાના પરસેવાના નાણાં-સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયા ખર્ચીને ચૂંટણી સમયે “ફી વધારો હાર્યો, વિદ્યાર્થી-વાલીઓ જીત્યા” ના હોર્ડિગ્સ લગાવનાર ભાજપે વિદ્યાર્થી-વાલીઓ સાથે છેતરપીંડી કરી. – કોંગ્રેસ
  • વિદ્યાર્થી – વાલીઓ સાથે છેતરપીંડી કરનાર ભાજપ “શાળા સંચાલકો-ભાજપ જીતી, વિદ્યાર્થી-વાલીઓ હાર્યા” ના હોર્ડિગ્સ સમગ્ર ગુજરાતમાં લગાડશે?

સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયા ખર્ચીને ચૂંટણી સમયે “ફી વધારો હાર્યો, વિદ્યાર્થી-વાલીઓ જીત્યા”” ના હોર્ડિગ્સ લગાવનાર ભાજપની વિદ્યાર્થી – વાલીઓ સાથે  છેતરપીંડી  અંગે  જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ૧૫ વર્ષથી ગુજરાતમાં બેફામ ફી, ડોનેશન લૂંટફાટ કરતી શૈક્ષણિક સંસ્થાઓનો રાફડો ફાટ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note