અન્ય ભાષાભાષી સેલ મીટીંગ : 21-01-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અન્ય ભાષાભાષી સેલના અધ્યક્ષશ્રી દીનાનાથસિંહ ઠાકુરના નેતૃવ હેઠળ આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે નવનિયુક્ત અમદાવાદ શહેરના પ્રમુખશ્રી ઓમપ્રકાશ તિવારીના સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ૩૦૦થી વધુ અન્ય ભાષાભાષી સેલ સાથે વિવિધ વ્યવસાયમાં સંકળાયેલા ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મેયરશ્રી હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, સમાજમાં વિવિધ ક્ષેત્રમાં જોડાયેલા ભાઈ-બહેનોએ વધુમાં વધુ સક્રિય ભૂમિકા ભજવવી પડશે. કોંગ્રેસ પક્ષ સૌને સાથે લઈને સૌના કલ્યાણ માટે ૧૨૫ વર્ષ જુનું રાષ્ટ્રીય સંગઠન છે. કામ કરનાર દરેક વ્યક્તિને તક મળતી હોય છે. કોંગ્રેસ પક્ષે હંમેશા અન્ય ભાષાભાષીને જુદા જુદા સમયે ગુજરાતમાં મહત્વના પદ આપ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note