અન્ન સુરક્ષા કાયદા – મનરેગા અંગે જિલ્લા-તાલુકા કાર્યક્રમ

યુપીએ ચેરપર્સન શ્રીમતિ સોનિયા ગાંધી, વડાપ્રધાનશ્રી ડૉ. મનમોહનસિંઘના નેતૃત્વવાળી યુપીએ સરકારે દેશના ગરીબ-સામાન્ય પરિવારોને વિવિધ અધિકારો કાયદા સ્વરૂપે આપીને સશક્ત ભારતના નિર્માણમાં અહમ યોગદાન આપ્યું છે. કમનસીબે, ભાજપની સંકુચિત માનસિક્તા ધરાવતી રાજ્ય સરકારે અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો અમલ ન કરીને ૫૪ ટકા પરિવારો એટલે કે, ૩.૨૫ કરોડ નાગરિકોને અન્ન સુરક્ષા અધિકારથી વંચિત રાખ્યા છે.

રાજ્યના ૩૩ જિલ્લા, ૮ મહાનગર, ૨૩૦ થી વધુ તાલુકા મથક પર ભાજપ સરકાર દ્વારા ઐતિહાસિક વિશ્વની શ્રેષ્ઠ રોજગાર યોજના ‘મનરેગા’ ને પૂરેપૂરા નાણાં ચૂકવીને લાગુ કરવી, “અન્ન સુરક્ષા” કાનૂન તાત્કાલિક અમલ કરવાની માંગ સાથે જિલ્લા-તાલુકા મથકે કોંગ્રેસ પક્ષ દ્વારા મોટી સંખ્યામાં કલેક્ટરશ્રીમામલતદારને સૂત્રોચ્ચાર સાથે  આવેદનપત્ર આપવાનો સફળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો