અન્ન આયોગ રાજ્યના ૩.૨૪ કરોડ નાગરિકો માટે જવાબદારીથી ફરજ નીભાવે પૂરવઠા કચેરીની જેમ જ ભ્રષ્ટાચારી : 11 -05-2017
- સુપ્રિમ કોર્ટ-હાઈકોર્ટની ફટકાર બાદ અંતે ગુજરાતનાં ૫૪ ટકા લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિકાર કાયદાના લાભ આપવાની ફરજ પડી.
- અન્ન સુરક્ષા અધિકાર કાયદાના નામ બદલવા કરતાં ભાજપ સરકાર પોતાની માનસિક્તા બદલે ગરીબ સામાન્ય-મધ્યમ વર્ગને હક્ક અધિકાર આપો.
- અન્ન આયોગ રાજ્યના ૩.૨૪ કરોડ નાગરિકો માટે જવાબદારીથી ફરજ નીભાવે પૂરવઠા કચેરીની જેમ જ ભ્રષ્ટાચારી એક્સટેન્શન સેન્ટર ન બને.
એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારોને અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ હેઠળ આવરી લઈ તમામને અન્ન મળે તે નિશ્ચિત કર્યું છે, ત્યારે ગુજરાતની ભાજપ સરકાર ત્રણ વર્ષ કરતા વધુ સમય સુધી ગરીબ અને સામાન્ય વર્ગના પરીવારોના મોં માં અન્નના અધિકારથી ગુજરાતના ૩.૨૪ કરોડ નાગરિકોને વંચિત રાખી ગુન્હાહિત બેદરકારી દાખવી છે. સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટની ભાજપ સરકારને ફટકાર બાદ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિકાર કાયદો ૨૦૧૩ ને લાગુ કરવાની ભાજપ સરકારને ફરજ પડી છે ત્યારે અન્ન સુરક્ષા અધિકાર કાયદાનું નામ બદલવા કરતાં ભાજપ સરકાર પોતાની માનસિક્તા બદલે. અન્ન આયોગ રાજ્યના ૩.૨૪ કરોડ નાગરિકો માટે જવાબદારીથી ફરજ નીભાવે પૂરવઠા કચેરીની જેમ જ ભ્રષ્ટાચારી એક્સટેન્શન સેન્ટર ન બને તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો