અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના પદગ્રહણ સમારોહ : 28-01-2022

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના પદગ્રહણ સમારોહમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના તેલચિત્રને પુષ્પાંજલી – નમન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસપક્ષે હંમેશા શોષીત, પીડીત અને ગરીબ પરિવારોને ન્યાય માટેની લડત લડી છે. કોંગ્રેસ પક્ષ હંમેશા સંવિધાનનું સન્માન કરે છે. ભારત દેશની આઝાદી પછી નિષ્ણાંતોને સાથે રાખીને વિશ્વના બંધારણનો અભ્યાસ કરીને શ્રેષ્ઠત્તમ બંધારણ ઘડવામાં આવ્યું જેનો શ્રેય બાબાસાહેબ આંબેડકર અને તે સમયના ભારત નિર્માણ માટે કામ કરનારા નિષ્ઠાવાન નેતૃત્વને જાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note