અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક : 01-06-2016
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આજે બપોરે 2 કલાકે ગુજરાતભરના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ તમામ આગેવાનોને સંબોધતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ એક વિચારધારા છે અને કોંગ્રેસ જ દેશનું બંધારણ તૈયાર કર્યું છે. એસ.ટી. અને એસ.સી. સમાજને્ મુખ્યધારામાં લાવવાનું કામ કોંગ્રેસ પક્ષે જ કર્યું છે ત્યારે આપણા યુવાપેઢી સમક્ષ કોંગ્રેસ પક્ષની વિચારધારા પહોંચાડવાનું કામ કરવાનું છે. કોંગ્રેસની સરકારોએ ગરીબ અને મધ્યમવર્ગના કલ્યાણ માટે અનેક યોજનાઓ ઘડી છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો