અજંપો અને આક્રોશને ઠંડો પાડવા ભ્રામકતા ઉભી કરવા જાહેર કરેલ પેકેજ માત્રને માત્ર યુવાનોની મશ્કરી સમાન : શક્તિસિંહ ગોહિલ : 24-09-2015
રાજ્યમાં મોંઘુ શિક્ષણ અને યુવાનોને રોજગારીની ઓછી તકો, લાખો શિક્ષિત બેરોજગારો માટે જવાબદાર ભાજપ સરકાર સમાજના તમામના લાખો યુવાનોમાં વ્યાપી ગયેલ અજંપો અને આક્રોશને ઠંડો પાડવા ભ્રામકતા ઉભી કરવા જાહેર કરેલ પેકેજ માત્રને માત્ર યુવાનોની મશ્કરી સમાન છે. તેવું આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પહેલા યુવાનો પર અત્યાચાર કરવાના રાજ્યમાં અશાંતિ થાય, પછી મલમના રૂપ મશ્કરી કરવી તે ભાજપ સરકારની નીતિ છે. જે પેકેજ જાહેર કર્યું તે રાજકીય ગીમીક્સ છે. ભૂતકાળમાં ભાજપ સરકારે જાહેર કરેલ હીરા ઘસુઓ માટે ૧૨૦૦ કરોડનું પેકેજ જેનો આજદિન સુધી અમલ થયો નથી. ૭૦૦ કરોડનું સોરાઠ વિકાસ પેકેજ, ૧૬,૦૦૦ કરોડનું સાગર ખેડૂનું પેકેજ, ૨૫,૦૦૦ કરોડનું વનબંધુ પેકેજ જેમાં આજે પણ લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. જિલ્લે-જિલ્લે જાહેર કરેલ પેકેજનો હિસાબ કરીએ તો રાજ્યના કુલ બજેટ કરતા પણ વધી જાય છે. કાગળ પરના પેકેજથી રાજ્યના યુવાનોનું ભલું થવાનું નથી. શરૂઆતથી જ ભાજપ સરકારની નીતિ અને નિયત શંકાજનક છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો