અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર. : 21-06-2016
“અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે ત્યારે ભાજપ સરકારની બેજવાબદાર નિતી, સંગ્રાહખોરી-જમાખોરીને પ્રોત્સાહન આપવાની નિતીની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલે સયુંક્ત પત્રકાર પરિષદમાં તા. ૨૩મી જૂન થી ૨૯મી જૂન સુધીના રાજ્ય વ્યાપી કાર્યક્રમોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, એક તરફ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના બેફામ ભાવ, કાળા બજાર, સંગ્રહખોરો બેખોફ ને લીધે દાળ, ચોખા સહિતની ચીજ વસ્તુઓ થાળીમાંથી ગાયબ થઈ ગઈ છે. ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ પર લેવાતા વેટમાં 1 ટકા અને સેસમાં 2 ટકાનો વધારો અને ડીઝલ પરના વેટના દર 3 ટકા વધારીને મોંઘવારીનો માર ગુજરાતીઓને આપવાનું ચાલુ રાખ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ વેટ વસૂલે છે અને પરિણામે ગુજરાતના નાગરિકો મોંઘવારીનો ભોગ બની રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો