‘‘અચ્છે દિન’’ ના વાયદા ‘‘બહુત હુઈ મહંગાઈ કી માર… અબકી બાર….’’ જેવા રૂપાળા સૂત્રોથી : 16-01-2020
- તેલ, પેટ્રોલ, ડીઝલ, દુધ, ગેસ, શાકબકાલાના લગલગાટ વધતાં ભાવોને પગલે ભાજપના મોંઘવારીના મુદ્દે ભૂગર્ભમાં – ભાજપની બોલતી બંધ થઈ
- તેલીયા રાજાઓ અને સરકારની મીલીભગતથી ખેડૂતો અને ખાનાર વર્ગને માર, સિંગતેલમાં સાત દિવસમાં રૂા. ૬૦ના ઉછાળા સાથે સિંગતેલનો ડબ્બો ૨૦૦૦/- રૂા. પુરવઠા મંત્રી રાજીનામું આપે.
‘‘અચ્છે દિન’’ ના વાયદા ‘‘બહુત હુઈ મહંગાઈ કી માર… અબકી બાર….’’ જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે ૧૨૫ કરોડ દેશવાસીઓ અને ગુજરાતના ૬ કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ – સામાન્ય – મધઘ્યમવર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે. ત્યારે ભાજપ સરકાર – મોદી સરકારની જનવિરોધી નિતીને કારણે ગુજરાત અને દેશના નાગરિકો સતત હાલાકી ભોગવી રહ્યાં છે. ત્યારે, મોંઘી સરકાર, ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસ નેતાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, મોદી સરકારની દેશની જનતા સાથે મોટી છેતરપીંડી કરી છે. દેશમાં મોઘવારી અને બેરોજગારી આસમાને છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો