અચિવમેન્ટ સર્વેમા ગુજરાત મા શિક્ષણ નીતિ કથળી. : 20-05-2018

  • અચિવમેન્ટ સર્વેમા ગુજરાત મા શિક્ષણ નીતિ કથળી.
  • ગુજરાતમાં શિક્ષણની અધોગતિ માટે ભાજપ સરકારનો દીશા વિહીન – ભ્રષ્ટાચારી શિક્ષણ વિભાગ સીધો જવાબદાર – ડૉ. મનિષ દોશી

ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલયના બહાર પાડવામાં આવેલ નેશનલ એચીવમેન્ટ સર્વેમાં ગુજરાતનું શિક્ષણ કેટલું કથળ્યું છે. તેની પોલ ખોલી નાંખી છે. ધોરણ-૩ ના ૪૧ ટકા વિદ્યાર્થીઓ ૯૯૯ સુધીના આંકડા લખી અને વાંચી શકતા નથી. ધોરણ – ૫ ના ૪૧ ટકા વિદ્યાર્થીઓ ૧૦૦૦ હજાર થી મોટા આંકડા લખી – વાંચી શકતા નથી. ધોરણ ૩, ૫, અને ૮ ના ૪૦ ટકા વિદ્યાર્થીઓ ગણિત, પર્યાવરણ અને ભાષાને લગતા જવાબ આપી શકતા નથી. ધોરણ-૩ ના ૫૦ ટકા, ધોરણ ૫ – માં ૫૩ ટકા શિક્ષકો જે ઉચ્ચ અભ્યાસક્રમ કર્યો છે તેના કરતા અન્ય વિષય ભણાવે છે. ગુજરાતમાં એકતરફ સરકારી અને ગ્રાન્ટેડ શાળાનું માળખું તોડી નાંખવામાં આવી રહ્યું છે. સરકારી ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરવામાં આવે છે અને બીજીબાજુ ઉચી ફી ઉઘરાવતી ખાનગી શાળાઓને આડેધડ મંજૂરી આપવામાં આવી રહી છે. ગુજરાતમાં શિક્ષણની અધોગતિ માટે ભાજપ સરકારનો દીશા વિહીન – ભ્રષ્ટાચારી શિક્ષણ વિભાગ સીધો જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note