અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, : 14-02-2020

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, “ઉતરાખંડ ભાજપ સરકારના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું કે સાર્વજનિક પદો પર નિમણુકમાં અનામતનો દાવો કરવો એ એસસી,એસટી,ઓબીસી વર્ગના લોકોનો અધિકાર નથી સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું અનામત આપવા એ રાજ્ય સરકારની સંવિધાનિક ફરજ નથી.” ભારતમાં દેશના બંધારણે એસસી,એસટી,ઓબીસીનાં લોકોને જે અનામતનો અધિકાર આપ્યો છે જે સંવિધાનિક રક્ષણ આપ્યું છે એને દૂર કરવા માટે ભાજપ સરકારનાં વકીલો દ્વારા દલીલો રજુ કરવામાં આવી, ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે આ દલીલોને આધારે સુપ્રીમ કોર્ટે પણ દુર્ભાગ્યપૂર્ણ ચુકાદો આપ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ નીતિ રહી છે હંમેશા સમાજના છેવાડાના દલીતો,વંચીત,પીડિત કે શોષિતો હોય એ તમામ વર્ગના લોકોને એક સંવિધાનિક અધિકાર આપીને આગળ વધવાની તક મળે અને મુખ્ય વિચારધારામાં જોડાઈ શકે એવા કાયદા અને વિચારોને કોંગ્રેસ પક્ષસમર્થન કરે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note