અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી આનંદ શર્માએ પત્રકાર પરિષદને સંબોધન : 06-12-2017
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી આનંદ શર્માએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી અપશબ્દોનો પ્રયોગ ન કરે. મોદીજી પ્રધાનમંત્રીની ગરીમાનું અપમાન કરી રહ્યાં છે. તેઓ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરીને ઈતિહાસનું અસન્માન કરીને ગુજરાતના અને દેશના નવયુવાનોને ભ્રમિત કરી રહ્યાં છે. તેઓ ઈતિહાસનું સન્માન કરે. તેઓ તેમના ભાષણમાં એવું જણાવવા માંગે છે કે, તેમનાથી અગાઉ જેટલા પણ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. તેમણે તેમના શાસનકાળ દરમ્યાન કોઈ કાર્યો કર્યા જ નથી. તેઓ જ દેશના પ્રથમ પ્રધાનમંત્રી છે. જેમણે દેશ માટે કાર્યો કર્યા છે જે દેશના તમામ પૂર્વ પ્રધાનમંત્રી માટે અસન્માનની વાત, આવા શબ્દો એક પ્રધાનમંત્રીને ન શોભે. તેઓ પોતાના ભાષણમાં ભારત દેશના ઈતિહાસને કોંગ્રેસ માટે મરોડીને રજૂ કરે છે. જેનાથી દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો