અંબાજીથી ઉમરગામ ૧૨૦૦ કિ.મી ની ‘નવસર્જન આદિવાસી અધિકાર યાત્રા’ 07-10-2016
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ પક્ષના પદાધિકારીશ્રીઓની એક મહત્વની બેઠક ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે મળી હતી. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
‘રાજીવ ગાંધી ભવન’ ખાતે કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓની મહત્વની બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નવરાત્રી-દશેરા અને ત્યારબાદ દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈ કોંગ્રેસ પક્ષ વિવિધ સામાજીક કાર્યક્રમો દ્વારા જનસંપર્ક અભિયાન કરશે. ભાજપ શાસકોના આદિવાસી વિરોધી માનસિક્તા, આદિવાસી સમાજના હક્ક-અધિકાર પર તરાપ, અન્યાય, અત્યાચાર સામે કોંગ્રેસ પક્ષ દ્વારા આદિવાસી સમાજને અગાઉ અપાયેલ વિવિધ હક્ક અને અધિકારી અંગે જાગૃત કરવા અંબાજીથી ઉમરગામ ૧૨૦૦ કિ.મી ની ‘નવસર્જન આદિવાસી અધિકાર યાત્રા’ ૧૩ જિલ્લા અને ૩૮ વિધાનસભા ક્ષેત્રોમાંથી પસાર કરવામાં આવશે. અંબાજી દેવસ્થાન ખાતેથી માં અંબાના આશીર્વાદ સાથે ‘નવસર્જન આદિવાસી અધિકાર યાત્રા’ના શુભારંભ કરવામાં આવશે. સમગ્ર યાત્રાની વિવિધ જવાબદારીઓ જિલ્લા, તાલુકા અને ગામે-ગામ સુધી પક્ષના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ અને સ્થાનિક આગેવાનોને આપવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો