“हर खेत को पानी, हर हाथ को काम”ના રૂપાળા સુત્રો : 17-03-2019

“हर खेत को पानी, हर हाथ को काम”ના રૂપાળા સુત્રો અને વચનોની લાણી કરીને ગુજરાતના તત્કાલિન ખુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રીએ ૨૦૧૨માં વિધાનસભાની ચુંટણી સમયે રૂપિયા ૧૦,૦૦૦ કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. ત્યારે જાહેર કર્યું હતું કે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો નર્મદાના પાણીથી છલોછલ ભરાશે. આજે મોટા ભાગના ડેમો તળીયા ઝાટક છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના નાગરીકો-ખેડૂતો સાથે પાણીના નામે છેતરપીંડી કરનાર ભાજપ સરકારની સૌની યોજના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની વધુ એક યોજના હોવાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ વોટર કમિશને ગુજરાત સરકારની તા.૨૮-૧૨-૨૦૧૬ની સૌની યોજના માટેની રૂ.૬,૩૯૯ કરોડની દરખાસ્ત સામે અનેક પ્રશ્ન કર્યા છે. તેમજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીના તા.૨૨-૩-૨૦૧૭ના પત્ર મુજબ સરદાર સરોવર નર્મદાના નિગમને જણાવ્યું છે કે સૌની યોજના માટે પાણી કયાંથી આવશે ? એક તરફ સરકાર નર્મદા ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી સિંચાઈ માટે ખેડૂતોને ખરીફ અને રવિ પાક માટે પાણી આપવાની મનાઈ ફરમાવી છે અને બીજી બાજુ સૌની યોજના માટે પાણી ફાળવવાની વાત થાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

CWC-Observations-SAUNI-1