૨૮મી સપ્ટેમ્બરથી કોંગ્રેસ જિલ્લાના અગ્રણીઓ સાથે ચાર દિવસ રાજકીય સમીક્ષા બેઠક કરશે

ભાજપની વોટબેંક ગણાતા પાટીદારોના અનામત આંદોલને કોંગ્રેસની વોટબેંકને પણ અસર કરી છે. બદલાયેલા રાજકીય સમીકરણોમાં કોંગ્રેસની દરેક જિલ્લામાં શું સ્થિતિ છે તેના લાભ- ગેરલાભની સમીક્ષા માટે ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર ચાર દિવસ સુધી પ્રદેશ કાર્યાલય ખાતે જિલ્લાસ્તર બેઠકો યોજાશે. આ બેઠકમાં પ્રદેશ અગ્રણીઓે, પ્રભારી ગુરુદાસ કામત ઉપસ્થિત રહેશે. એક જિલ્લા આગેવાનો સાથે એક કલાક ચર્ચા કરવાનું આયોજન કરાયું છે. ૨૮ સપ્ટેમ્બરે મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટે પર સુનાવણી છે. જેથી તેમાં ચૂંટણીઓ અંગેની સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે. તેને ધ્યાને લઈને કોંગ્રેસે ૨૮ સપ્ટેમ્બરથી બેઠકોનું આયોજન કર્યું છે. વ્યાપક ફલક પર નિયંત્રણો મોકલી કોંગ્રેસે દરેક જિલ્લાની બેઠકમાં જિલ્લા પ્રમુખ, એ.આઈ.સી.સી. ના હોદ્દેદાર, લોકસભા-વિધાનસભાના ઉમેદવાર, એ.આઈ.સી.સી.ના ડેલિગેટ, પ્રદેશ હોદ્દેદાર, વિભાગીય પ્રભારી, નિરીક્ષક, પ્રદેશ કારોબારી સભ્ય જિલ્લા તાલુકા પંચાયતના નેતા, નગરપાલિકાના નેતા, તાલુકા પ્રમુખો, સેલ-ડિપાર્ટમેન્ટના વડાઓ વગેેેરે જિલ્લાની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

http://www.sandesh.com/article.aspx?newsid=3137289