૨૪મી ફેબ્રુઆરી શ્રમિકોની વિશાળ રેલી, આજે મળેલ શ્રમિક કોંગ્રેસની કારોબારીનો નિર્ણય : 22-01-2019
- ૨૪મી ફેબ્રુઆરી શ્રમિકોની વિશાળ રેલી, આજે મળેલ શ્રમિક કોંગ્રેસની કારોબારીનો નિર્ણય
- ૨૪મી ફેબ્રુઆરી શ્રમિકોની વિશાળ રેલીમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીને આમંત્રણ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અસંગઠિત મજદૂર કોંગ્રેસના પ્રમુખશ્રી અશોક પંજાબીએ જણાવ્યું છે કે, ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાજ્યની વિસ્તૃત કારોબારી આજે ૨૨-૦૯-૨૦૧૯ ના રોજ, કોંગ્રેસ પ્રમુખશ્રી અમીત ચાવડાના પ્રમુખ પદે રાજીવ ગાંધી ભવન ખાતે મળી હતી. અતિથી વિશેષ તરીકે અખિલ ભારતીય અસંગઠિત મજદૂર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અરબિંદ સિંગ હતા. કારોબારીના નિર્ણય પ્રમાણે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારોના અસંગઠિત અને સંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર શ્રમિકોના વિરોધી નીતિ-નિયમો સામે ઉગ્ર વિરોધ કરવા તા. ૨૪-૦૨-૨૦૧૯ ના રોજ અમદાવાદમાં રાજ્યવ્યાપી રેલી કાઢવામાં આવશે. આ રેલીને સંબોધવા, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખશ્રી રાહુલ ગાંધીને નિમંત્રણ આપવામાં આવેલ છે. આ રેલીમાં રાજ્ય સરકાર સામે કામદારો આરોપનામું ઘડી કાર્યક્રમ આપવામાં આવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો