૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારતરત્ન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રા
૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારતરત્ન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સરદાર બાગ ખાતે રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, ભાઈ-બહેનો સાથે ‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રા યોજાઈ હતી. ‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલ, શ્રી જગદીશ ઠાકોર, એ.આઈ.સી.સી.ના મહામંત્રીશ્રી દિપક બાબરીયા, એ.આઈ.સી.સી.ના પ્રવક્તાશ્રી રોહન ગુપ્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી હિંમતસિંહ પટેલ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશ, શ્રી ગ્યાસુદ્દીન શેખ, શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી વજેસિંહ પણદા, શ્રી બાબુભાઈ વાજા, શ્રી ભરત મકવાણા, શ્રી ગુલાબસિંહ રાજપુત, અમદાવાદ શહેર પ્રમુખશ્રી નીરવ બક્ષી અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શેહઝાદખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, પદાધિકારીઓ, ‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રામાં જોડાયા હતા.
https://www.youtube.com/watch?v=f-c5VRSC6Hs