૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શત શત વંદન : 21-05-2018
૨૧મી મે એક ગોજારો દિવસ સમગ્ર રાષ્ટ્ર એક દુઃખમાં પ્રવર્તી રહ્યું અને આ દેશને ૨૧મી સદીનું સ્વપ્ન આપ્યું, સમગ્ર વિશ્વ જેની સામે આશાનું કિરણ લઈને જોતો હતો, વિશ્વમાં શાંતિ માટેના પ્રયાસો અને ભારત વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બને એ માટેની તેમની તીવ્ર ઈચ્છા અને પ્રણાલિકા ચાલતી પદ્ધતિમાંથી આ રાષ્ટ્રને મુક્ત કરાવી અને એક નવી દિશામાં લઇ જવાનું સ્વપ્ન બતાવ્યું હોય તો એ આપણા સૌના લોકલાડીલા શ્રી રાજીવજી હતા, પણ કમનસીબે ભાગલાવાદી પરિબળોએ તેમનો ભોગ લીધો. ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા શ્રી રાજીવજીએ દેશની એકતા અને અખંડીતતા માટે બલિદાન આપ્યું. ત્યારે આપણે સૌ ભારત દેશના કલ્યાણ માટે સાથે મળીને રાજીવજીએ આપેલા કાર્યક્રમો અને વિચારોના વાહકો બનીએ. કોંગ્રેસ પક્ષ રાજીવજીએ કરેલા કામો, કાર્યક્રમો અને વિચારોને લઈને દર વર્ષે કાર્યક્રમો આપશે. રાજીવજીની પુણ્યતિથી નિમિતે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવા મતદારોને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો