૨૦૦૨માં સરકાર બનાવવા અને ૨૦૧૫માં બચાવવા માટે તોફાનો

  •  વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગૃહમાં શોક પ્રસ્તાવ મૂકતાં સરકાર ફસાઈ
  •  અધ્યક્ષે શહીદોને શ્રદ્ધાંજલિ આપી ગૃહ સ્થગિત કરવાની માગ ફગાવી

ગુજરાતમા ૨૦૦૨ અને ૨૦૧૫ના તોફાનો વચ્ચે સામ્યતા છે. ગોધરામા ટ્રેન સળગી ત્યારે ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની જ સરકારો હતી. તે વખતના બનાવો સરકાર બનાવવા માટે હતા, આ વખતેના તોફાનો સરકારને બચાવવા માટે થઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો છે.

ભાજપે કાયમ ગુજરાતને લેબોરેટરી અને ગુજરાતીઓને ગિનિપિગ માનીને ટેસ્ટીંગના અખતરા કરે રાખ્યા છે. રેલી પુરી થયા પછી લોકો પોતાના ઘરે પહોંચે તે પહેલા આખા ગુજરાતની પોલીસ અમદાવાદમાં છે અને બાકીના વિસ્તારો રેઢા છે એવું સરકાર જાણતી હોવા છતાંયે હાર્દિક પટેલને કેમ ઉઠાવી લેવાયો ? કોના ઈશારે લાઠીચાર્જ કર્યો ? એવા અનેક સવાલોનો જવાબ ગુજરાતની જનતાને આપવો જોઈએ તેવી માંગણી પણ શંકરસિંહ વાઘેલાએ કરી છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3116875