૨૦મીએ દિલ્હીમાં કોંગ્રેસની વિજય રેલી
યુ.પી.એ સરકાર દ્વારા જમીન સંપાદન કાયદો ૨૦૧૩ લાવવામાં આવ્યો હતો. આ કાયદામાં ભાજપ સરકાર દ્વારા સુધારા કરી વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. સંસદમાં તે અંગેનુ વિધેયક લાવવામાં આવતાં વિરોધ પક્ષે સંસદની કાર્યવાહી ખોરવી નાખી હતી. આખરે સરકારે કાયદામાં સુધારો કરવાનું મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. ભાજપ સરકારના આ નિર્ણયને કોંગ્રેસ પક્ષ પોતાની જીત ગણાવે છે. જેથી તા.૨૦ સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે વિશાળ વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં ગુજરાત કોંગ્રેસના ૫૦૦ જેટલા આગેવાનો ભાગ લેશે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની આગેવાની હેઠળ ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી હોદ્દેદારો અને ખાસ કરીને ખેડૂત આગેવાનોને આ રેલીમાં જોડાવા માટે જાણ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષના અંદાજ મુજબ ૫૦૦ આગેવાનો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. રેલીમાં દરેક રાજ્યોમાંથી આ પ્રકારે ટીમો દિલ્હી પહોંચશે.
http://www.sandesh.com/article.aspx?newsid=3135398