હેલ્લો ગુજરાત અભિયાનનો શુભ આરંભ : 05-01-2021

એ.આઈ.સી.સી.ના ગુજરાત સંગઠન પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પાછલા ઘણા સમયથી મહાનગરોમાં ભાજપનું શાસન રહ્યું છે. જે પ્રકારે મહાનગરોનો વિકાસ થવો જોઈએ તે દેખાઈ રહ્યો નથી. કોરોનાની મહામારીમાં લોકો પરેશાન હતા, કાલે આપણે જોયુ કે લોકરક્ષકદળના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યાં હતાં એની પહેલા બિનસચિવાલય ભરતીમાં જે યુવાનો સાથે અન્યાય થયો તે આપણે જોયો. છેલ્લા ૪૫ દિવસો થી રાજધાની દિલ્લીમાં ખેડૂતો પોતાનું આંદોલન ચલાવી રહ્યાં છે અને સમગ્ર દેશમાંથી ખેડૂતો આંદોલનમાં પહોંચી રહ્યાં છે ત્યારે સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે આજે છ મહાનગરોમાં ‘હેલ્લો કેમ્પેઈન’ ને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. હેલ્લો કેમ્પેઈનના માધ્યમથી પ્રજાના પ્રશ્નો પુરી તાકાત સાથે ઉઠાવીશું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note