હાર્દિક પટેલને નામદાર વડી અદાલત દ્વારા આપવામાં આવેલા જામીનથી લોકતંત્રમાં ન્યાયતંત્ર પર વિશ્વાસમાં વધારો : 08-07-2016
ભાજપ સરકારની નિતીના કારણે મોંઘુ શિક્ષણ, બેફામ ડોનેશન, બેરોજગારી સહિતના મુદ્દે આંદોલન ચલાવનાર પાટીદાર સમાજના યુવાન શ્રી હાર્દિક પટેલને નામદાર વડી અદાલત દ્વારા જામીન આપવાના નિર્ણયને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જે રીતે રાજ્યમાં આપખુદશાહી, હીટલરશાહી, લોકશાહીમાં યુવાનોની લાગણીને દબાવી દેનાર ભાજપ સરકાર જાત-જાતના હથકંડા અને કાવાદાવાઓ અપનાવીને પ્રજાની લાગણી અને માંગણીને દબાવવાનો પોલીસદમન સહિત પૂરતો પ્રયત્ન કર્યો ત્યારે નામદાર વડી અદાલતે શ્રી હાર્દિક પટેલ સહિતના યુવાનોને જામીન આપીને ભાજપ સરકારને લપડાક આપી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો