હળવદ તાલુકાના સભ્યશ્રી પંકજભાઈ પટેલના અકસ્માતમાં થયેલ નિધન અંગે તપાસની માંગ- : 25-04-2017

હળવદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા શ્રી પંકજભાઈ પટેલનું અકસ્માતમાં નિધન થયું છે હકીકતમાં જે રીત પંકજભાઈ પટેલ અને તેમના સાથીદારને અકસ્માતની ઘટનાક્રમ તપાસતા સમગ્ર બાબત ઉંડી તપાસ માંગી રહ્યો છે. શ્રી પંકજ પટેલ લાંબા સમયથી જનઆંદોલનની સાથો સાથ મોટા માથા-ચમરબંધીના ખાણ ખનિજના કૌભાંડો ખુલ્લા પાડી રહ્યા હતા. રાજ્યના પંચાયત મંત્રીના વિસ્તારમાં પણ મોટાપાયે ચાલી રહેલી માટી ચોરી અને ખાણ ખનિજ ચોરીને પણ પંકજભાઈ એક સક્રિય નાગરિક તરીકે ખુલ્લી પાડી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note