હચમચાવી નાંખનાર નલીયા દુષ્કર્મ કાંડમાં પીડીત મહિલા માટે ભાજપના વરિષ્ઠ નેતાઓને સમય નથી : 10-02-2017

સુરક્ષિત મહિલા- સુરક્ષિત ગુજરાત’ ‘બેટી બચાવો-બેટી બચાવો’ મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરનાર ભાજપના જ પદાધિકારી – નેતાઓ નલિયા દુષ્કર્મ કાંડમાં સંડોવણી પછી ભાજપના ચાલ-ચલન-ચરિત્ર ખુલ્લા પડી ગયા છે. ત્યારે ભાજપની ભગીની સંસ્થાઓ ક્યાં ગઈ ? મહિલા ભાજપ, દુર્ગાવાહીની ક્યાં છે? ‘એક દિવસ જાગો હું પાંચ વર્ષ જાગીશ’  ‘તમારો ભાઈ ગાંધીનગરમાં બેઠો છે. એક પોસ્ટકાર્ડ લખજો’ આવી લાગણીશીલ વાતો કરીને મતની ખેતી કરનાર, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અંગે છાશવારે ટ્વીટ કરનાર પ્રધાનમંત્રીશ્રીને નલીયા દુષ્કર્મ કાંડમાં પીડીત મહિલા અંગે સહાનુભૂતિ દર્શાવવાનો બે મીનીટ સમય પણ નથી. આ છે ભાજપનો અસલી ચહેરો. નલીયા દુષ્કર્મ કાંડમાં પીડીત મહિલાનો ફોટોગ્રાફ્સ જાહેર કરનાર ભાજપના આગેવાનો સામે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ તાત્કાલિક ગુનો દાખલ કરવો જોઈએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note