સ્વ. દિવાળીબેન ભીલ શ્રધ્ધાંજલી : 19-05-2016
ગુજરાતી ચલચિત્ર જગતમાં અહમ યોગદાન આપનાર પદ્મશ્રી પાર્શ્વગાયક દિવાળીબેન ભીલના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતી લોકગીતોને દેશ અને દુનિયામાં ઓળખ અપાવનાર એવા કોકીલકાંઠી, ગુજરાતનું ગૌરવ અને પદ્મશ્રી દિવાળીબેન ભીલના અવસાનથી ગુજરાતે એક લોકગાયિકા ગુમાવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો