“સ્વાભિમાન ધારણા” બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે

આગામી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકાર સામે રણશીંગુ ફુંકવાની શરૂઆત તારીખ – ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૬ સમય – બપોરે ૨-૦૦ કલાકે સ્થળ – સત્યાગ્રહ મેદાન, સેક્ટર -૬, ગાંધીનગર “સ્વાભિમાન ધરણાં” યોજાશે.

 

દેશમાં પંચાયતી રાજ થકી સામાન્ય માનવીને સીધી મદદ મળી રહે અને સ્થાનિક સ્તરે સુવિધા ઊભી થઈ શકે તે માટે દિવંગત વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ પંચાયતી રાજના કાયદામાં સુધારો કરીને મજબૂત બનાવ્યું હતું. ગુજરાતના નવસર્જન માટે કોંગ્રેસ પક્ષ કટિબધ્ધ છે અને આગામી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકાર સામે રણશીંગુ ફુંકવાની શરૂઆત “સ્વાભિમાન ધરણાં” સાથે થશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.